Manibhadra

About The Manibhadravir Dada

શ્રી ઉજ્જૈન તીર્થ, શ્રી આગલોડ તીર્થ, શ્રી મગરવાડા તીર્થ...સમગ્ર ભારતવર્ષમાં તપગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીરનાં આ ત્રણ મહાચમત્કારિક મૂળ સ્થાનકો છે. ઇતિહાસમાં વર્ણવ્યા મુજબ ઉજ્જૈન નગર સ્થિત સમક્તિમૂલ બારવ્રતોનું પાલન કરનાર જૈન વેપારી માણેકશાહ શેઠ ગુરુદેવ પૂજ્ય આચાર્ય શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી શેત્રુંજય-પાલિતાણા ૬'રી પાલિત જાત્રા કરવા નીકળેલ હતાં તે વેળા હાલનાં પાલનપુર પાસે આવેલા મગરવાડા ના વન મા ડાકુઓની ટોળકી એ વણિક પુત્ર ને ઉતાવળે ઉતાવળે નિઃશંક પણે જતો જોઈ ને ડાકુ એ ઉભા રહેવા નુ કહ્યું પરંતુ માણેક શાહનુ ચિત્ત નવકાર માં અને ધ્યેય શંત્રુજય માં હતું તેથી ડાકુ સમજ્યા કે એની પાસે કાંઈક કિંમતી માલ હશે જે માણેક શાહ ન રોકાતા તલવાર થી એમનો વધ કરી દીધો.. તેમનાં શરીરનાં ત્રણ ટુકડા થયાં. પરંતુ માણેક શાહ શેઠ જરા માત્ર પણ ક્ષોભાયમાન થયા નહીં. શત્રુંજય ના ધ્યાન માં હતા. તેના પ્રભાવ થી મૃત્યુ પામીને શ્રી માણિભદ્ર દેવ યક્ષોના ઇન્દ્ર દેવ થયા. જેમાં મધ્યપ્રદેશનાં શ્રી ઉજ્જૈન તીર્થ ખાતે મશ્તિષ્ક, ગુજરાત સ્થિત શ્રી આગલોડ તીર્થ ખાતે ધડ અને મગરવાડા તીર્થ ખાતે કમર નીચેનો ભાગ પડ્યો તેથી જ શાસનરક્ષક શ્રી માણિભદ્રવીરનાં આ ત્રણ સ્થાનકોનો મહિમા અનેરો છે. માનવામાં આવે છે કે સુર્યોદયથી સુર્યાસ્ત સુધીમાં એટલે કે એક દિવસમાં આ ત્રણ સ્થાનકોની ભક્તિ કરનાર ભક્તને શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થાય છે.

about
about about

History of 3 Template

શ્રી ઉજ્જૈન તીર્થ

મધ્ય પ્રદેશ ઉજ્જૈનમાં શિપ્રા નદીને કાંઠે હાજરાહજુર શ્રી માણિભદ્રદેવનું ચમત્કારિક દેરાસર આવેલું છે જ્યાં શ્રી દેવનું મશ્તિષ્ક બિરાજમાન છે. આ દેરાસર માણેકશાહનાં મૂળ ઘર ખાતે જ બાંધવામાં આવ્યું છે. ઉજ્જૈન સ્થિત શ્રી માણિભદ્રવીરનાં વડા એટલે કે મશ્તિષ્કની આરાધના કરવાથી ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.


શ્રી આગલોડ તીર્થ

ભક્તરક્ષક શ્રી માણિભદ્રદેવનું હ્રદય એટલ કે ધડ જ્યાં સ્થાપિત છે તે ચમત્કારિક સ્થાનક એટલે મહાપ્રભાવી શ્રી આગલોડ તીર્થ. જૈન શાસનની રક્ષા કાજે શ્રી માણિભદ્રદેવને પ્રત્યક્ષ કરવા પૂ. આચાર્ય શાંતિસોમસૂરિશ્વરજી મહારાજ દ્વારા આરંભવામાં આવેલ 121 ઉપવાસની કઠોર તપશ્ચર્યાને અંતે શ્રી દેવ પ્રગટ થયા અને આગલોડ ખાતે તીર્થની રચના કરવાની આજ્ઞા આપી. વિ.સં. 1733માં મહાસુદ પાંચમનાં શુભ દિવસે આગલોડ નગર બહાર ધર્મરક્ષક દેવ શ્રી માણિભદ્રવીર દ્વારા સુચિત કરવામાં આવેલ સ્થાને માટીનાં પિંડને ધડ સ્વરુપે સ્થાપવામાં આવ્યું. શ્રી દેવનાં આદેશ અનુસાર આચાર્યપદ ગ્રહણ કરનાર પૂજ્ય ગુરુદેવશ્રી આગલોડ તીર્થ અથવા મગરવાડા તીર્થ ખાતે અઠ્ઠમ તપની આરાધના કરે છે અને શ્રી દેવની કૃપા પ્રાપ્ત કરે છે તેમ જ દેવ જૈન શાસનની પ્રભાવનામાં નિરંતર સહાય કરે છે. આ તીર્થ ખાતે શ્રી સંઘ દ્વારા બુહત્ સંગ્રહણી સૂત્ર પ્રમાણે અલૌકિક શિખરબંધી દેરાસરની રચના કરવામાં આવી છે. ભક્તોનું રક્ષણ કરનાર અને મોં માંગ્યું ફળ આપનાર શ્રી આગલોડ તીર્થનાં ચમત્કારિક દેવનાં પ્રતાપે તીર્થ ખાતે કાયમ માનવ મહેરામણ ઉમટેલું રહે છે.

શ્રી મગરવાડા તીર્થ

તપગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીરની પિંડી અર્થાત નીચેનું શરીર જ્યાં બિરાજમાન છે તે ગુજરાતનાં પાલનપુર જિલ્લામાં આવેલ મગરવાડા તીર્થ ખાતે શ્રી માણિભદ્રવીરની ચમત્કારિક પ્રતિમાની ભક્તિ કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. આ તીર્થનું મહત્વ જૈનો ઉપરાંત હિન્દુઓમાં પણ ખૂબ જોવા મળે છે અને તેથી જ મગરવાડા ખાતે માત્ર ગુજરાત નહીં રાજસ્થાનથી આવેલ ભક્તોનો પણ મેળો જોવા મળે છે.