Koobay 14" Wooden Trousers Bottom Clips Hangers w Rose Gold.
Interested: 05 Availablity: In Stock
All Religious Books are available in Temple Stores. Our mission is to share the Good of Hinduism, Loving, Faith and Serving.
કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્ર શ્રી આગલોડ તીર્થ ખાતે રુમ ધરાવતી ધર્મશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં યાત્રાળુઓની દરેક પ્રાથમિક સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ધર્મશાળામાં ખૂબ જ મામૂલી રકમમાં રુમ મેળવી શકાય છે.
તીર્થમાં જાત્રાએ આવનાર દરેક ભક્તને જૈન સાત્વિક ભોજન મળી રહે તે માટે ભોજનશાળાની વ્યવસ્થા છે જેમાં નવકારશી, બપોરનું અને સાંજનું ભોજન પીરસવામાં આવે છે. તેમજ આયંબિલ-એકાસણાનાં આરાધકો માટે વાપરવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
સંપૂર્ણપણે તીર્થરૂપે વિક્સિત શ્રી આગલોડ તીર્થ ખાતે પૂજ્ય સાધુ ભગવંતો તથા સાધ્વિ ભગવંતોની સ્થિરતા માટે ઉપાશ્રય છે.
ઉપાશ્રયમાં એક સાથે મોટી સંખ્યામાં પૂજ્ય ગુરૂ ભગવંતો મુકામ કરી શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા છે.
શ્રી આગલોડ તીર્થમાં સ્થિરતા કરતા દરેક સાધુ તેમજ સાધ્વિ ભગવંતોની તમામ આવશ્યક્તાનું સંસ્થા દ્વારા ધ્યાન રાખવામાં આવે છે. પૂજ્યશ્રીઓની તપ-ભક્તિમાં કોઇ અસુવિધા ઉભી ન થાય તે માટે શ્રી આગલોડ તીર્થ ખાતે વૈયાવચ ખાતું ચલાવવામાં આવે છે