About The Tirth
Welcome to Shri Aglod Tirth – the land blessed by the eternal divine presence of Lord Shri Manibhadra Vir. The land where millions of devotees flock every year to offer their prayers and receive the benedictions in return. Located on the small hilly region outside Aglod Village near Mehsana in North Gujarat, the seed of the foundation of Shri Aglod Mahatirth was sown by Param Pujya Acharya Dev Shriman Vijay Anandghansurishwarji Maharaj in his early days.
Learn More
History Of Shree Manibhadra Veerdada
Ujjain (ઉજ્જૈન)
મધ્ય પ્રદેશ ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીને કાંઠે હાજરાહજુર શ્રી તપાગચ્છઅધિષ્ઠાયક માણિભદ્રવીરનું ચમત્કારિક મંદિર આવેલું છે, જ્યાં શ્રી તપાગચ્છઅધિષ્ઠાયક માણિભદ્રવીરનું મસ્તક પૂજાય છે. માણેક શાહ શેઠ ( માણિભદ્ર વીર ) જેઓનું મૂળ જન્મ સ્થળ ઉજ્જૈન છે, તેમજ ત્યાં તેઓનું નિવાસ સ્થાન પણ છે.
Aglod (આગલોડ)
ગુજરાત ના વિજાપુર પાસે આવેલા આગલોડ ગામ આવેલું છે, જે પ્રાચીન અગત્સ્ય મુનિ નુ રહેઠાણ હોય તેવું ઇતિહાસ માં ઉલ્લેખ છે. શ્રી આગલોડ ગામ માં ૫૦૦ વર્ષથી વધુ પ્રાચીન જિનાલાય છે. વર્ષથી વધુ પ્રાચીન જિનાલાય છે. વિ. સ. ૧૭૩૩ મહા સુદ ૫ ના રોજ પ. પૂ . આચાર્ય શ્રી શાંતિસોમ સૂરીશ્વરજી મ.સા. એ ૧૨૧ ઉપવાસ નું ઉગ્ર તપ કરી શ્રી તપાગચ્છઅધિષ્ઠાયક મણિભદ્ર વીર ને પ્રત્યક્ષ કરી તેમના આદેશ ને માન આપી પિંડ રૃપે ધડ ની સ્થાપના કરેલી છે, ત્યાં શ્રી આગલોડ જૈન સંઘે શિખરબંધી મંદિર બનાવેલું છે.
Magarvada (મગરવાડા)
ગુજરાત ના પાલનપુર પાસે મગરવાડા ગામ આવેલું છે, જ્યાં તપાગચ્છઅધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીરની પિંડીઓ બિરાજમાન છે. આ મગરવાડા પાસે એક વન આવેલું છે, ત્યાં માણેક શાહ શેઠ (માણિભદ્રવીર ) ને ડાકુઓ એ વધ કર્યો અને મસ્તક, પગ અને ધડ અલગ કરી દીધા. પરંતુ માણેક શાહ શેઠ જરા માત્ર પણ ક્ષોભાયમાન થયા નહીં. શત્રુંજય ના ધ્યાન માં હતા. તેના પ્રભાવ થી મૃત્યુ પામીને શ્રી માણિભદ્ર દેવ યક્ષોના ઇન્દ્ર દેવ થયા.
ABOUT AANANDGHAN SURI M.S
પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્દ વિજય આનંદઘનસૂરીશ્વરજી મહારાજ નો જન્મ વિ.સં. 1977 શ્રાવણવદ-5 ને તા. 23/8/1921 ના રોજ રાજસ્થાનમાં સિરોહીનાં પાલડી (એમ.) ગામમાં પ્રભાત સમયે થયો હતો. પિતાશ્રી ચતરાજી પનાજી પરમાર અને માતા કંકુબાઇ એ બાળકને ચુનીલાલ તરીકે આવકાર્યું. પરંતુ ચુનીલાલે માત્ર દોઢ વર્ષની ઉંમરે માતાનો ખોળો ગુમાવતાં તેમનો ઉછેર ચતરાજીનાં મોટા ભાભી ચમનીબાઇએ કર્યો. નાની વયમાં જ ચુનીલાલ સામાયિક, પ્રતિક્રમણ, પૌષધાદિ વ્રત નિયમનું પાલન કરતાં. જોધપુર રાજસ્થાનનાં બગડીનગર નાં રહેવાસી શ્રી લાલચંદ ચંદનમલજીનાં ધર્મપત્નિ સૌ. લક્ષ્મીબાઇએ ચુનીલાલને 16 વર્ષની ઉંમરે ખોળે લીધા. અહીંથી તેઓ વ્રતનિયમનાં ચુસ્ત પાલન સાથે મુંબઇ મુકામે પહોંચ્યા. મનમાં સતત ધર્મનું રટણ કરનાર ચુનીલાલનું હ્રદય વૈરાગ્યનાં રંગે રંગાયું અને વિ.સં. 2008 અષાઢ સુદ-14નાં રોજ પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજયભુવનસૂરીશ્વરજી મ.સા.નાં સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરી પૂ. મુનિ શ્રી આનંદઘન વિજયજી મ.સા. બન્યા.
મુનિજીવનનાં પ્રારંભથી જ તેઓએ પોતાનાં ગુરુદેવ પાસેથી ન્યાય, કર્મગ્રંથ, પ્રકરણાદિ તથા આગમ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું તથા જ્યોતિષ, તંત્ર, યંત્રજ્ઞાનમાં પારંગત બન્યા. જૈનશાસનની રક્ષા કાજે તેમ જ આત્મ કલ્યાણાર્થે પૂજ્યશ્રીએ અનેક અશક્ય કહી શકાય તેવાં તપ કર્યાં અને ઇડર, તારંગાજી, ગીરનાર, મા. આબુ ખાતે અચલગઢ જેવાં ગાઢ જંગલોમાં ગુફાઓનાં એકાંતમાં જપ-તપ, આરાધના અને સાધના દ્વારા અનેક સિદ્ધ કર્યા, તેથી જ તેઓને વાચનસિદ્ધ તરીકે પણ ઓળખાતા હતા.
Facilities
શ્રધ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્ર એવા શ્રી આગલોડ જૈન તીર્થ ખાતે અનેક રુમ ધરાવતી ધર્મશાળાનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં યાત્રાળુઓની દરેક પ્રાથમિક સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
તીર્થમાં જાત્રાએ આવનાર દરેક ભક્તને જૈન સાત્વિક ભોજન મળી રહે તે માટે ભોજનશાળાની વ્યવસ્થા છે જેમાં નવકારશી, બપોરનું અને ચોવિહાર નું ભોજન પીરસવામાં આવે છે. તેમજ આયંબિલ-એકાસણાનાં આરાધકો માટે વાપરવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
શ્રી આગલોડ તીર્થ મુકામે પૂજ્ય સાધુ ભગવંતો તેમજ સાધ્વિજી ભગવંતોની સ્થિરતા માટે ઉપાશ્રય છે.
ઉપાશ્રયમાં એક સાથે મોટી સંખ્યામાં પૂજ્ય ગુરૂ ભગવંતો મુકામ કરી શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા છે.
શ્રી આગલોડ તીર્થમાં સ્થિરતા કરતા પૂ. સાધુ તેમજ સાધ્વિજી ભગવંતોની તમામ આવશ્યક્તાનું સંસ્થા દ્વારા ધ્યાન રાખવામાં આવે છે. પૂજ્યશ્રીઓની તપ-ભક્તિમાં કોઇ અસુવિધા ઉભી ન થાય તે માટે શ્રી આગલોડ તીર્થ ખાતે વૈયાવચ્ચ ખાતું ચલાવવામાં આવે છે
EventS